વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને માર માર્યો


SHARE











મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને માર માર્યો

મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાન ધારવતો યુવાન તેની દુકાને હતો ત્યારે જુના ઝઘડાનો ખાર રાખીને એક શખ્સ તેની દુકાને આવેલ હતો અને ત્યાં યુવાનને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પડતા દુકાનમાં આવેલા શખ્સે તેને પેટ તથા પગના ભાગે ધોકા વડે મારમારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નં-1 માં રહેતા ભાવિકભાઈ પ્રદીપભાઈ પરમાર (31) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિરેનભાઈ નંદલાલભાઈ ધામેચા રહે. મીરાપાર્ક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીમાં ત્રિકોણ બાગ પાસે જેપી માર્કેટમાં તેની ભાવિક ટેલિકોમ નામની દુકાન આવેલી છે અને તે પોતાની દુકાને બેઠો હતો ત્યારે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને આરોપી તેની દુકાને આવેલ હતો અને ત્યાં ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીગાળો દેવાની ના પાડતા આરોપીએ તેને લાકડાના ધોકા વડે ડાબા પગ તથા પેટના ભાગે મારમારીને જાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યા સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

યુવતી સારવારમાં

મોરબીની સર્વોપરી સ્કૂલ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની જીજ્ઞાશાબેન મહોબતસિંહ રાઠોડ નામની ૧૯ વર્ષીય યુવતી કોઈ કારણોસર દવા પી ગઈ હોય તેને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ તપાસ કરી હતી.જ્યારે મૂળ મધ્યપ્રદેશના અને મોરબીના રાજપર ગામે રહેતા ચિમલીયાભાઈ સુમલાભાઈ વસુનીયા નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાં બેસીને નીચી માંડલ ગામ પાસેથી જતો હતો ત્યાકે નાયરાના પંપ પાસે અચાનક ગાય આડી ઉતરતા વાહન સ્લીપ થતા તેને ઇજા થઈ હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News