મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ


SHARE











મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ

સામન્ય રીતે દીકરા દીકરીના કે પછી ઘરમાં કોઈના પણ જન્મ દિવસ નિમિતે ખોટા ખર્ચા કરવામાં આવતા હોય છે જો કે, ખોટા પૈસા બગાડવાના બદલે મોરબી નજીકના રવાપર ગામે હાલમાં રહેતા યુવાનને તેની દીકરીના પહેલા જન્મ દિવસ નિમિતે ગૌસેવાનું કામ કરીને જન્મ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને મોરબીના રવાપર ગામે 11,111 બાજરાના રોટલા બનાવીને જુદીજુદી ગૌશાળામાં ગાય માતાને ખવડાવવાનું આયોજન કર્યું છે.

ગૌ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતાં મૂળ મોરબી તાલુકાનાં લાલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી રવાપર ગામે રહેતા જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજાએ આગામી તા 15/2 ને રવિવારના રોજ મહાશિવરાત્રીના દિવસે દીકરીના પ્રથમ જન્મ દિવસ નિમિતે 11,111 રોટલા બનાવીને ગાય માતાને ખવડાવવાનું આયોજન કર્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જયકુમાર આદ્રોજા અને તેઓના પરિવારના સભ્યો દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલ છે તે અન્ય લોકો માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ઉલેખનીય છેકે, નાના બાળકોને નાનપણથી જેવુ બતાવવા કે શીખવવામાં આવે છે તેને જ તેઓ અનુસરે છે ત્યારે જયકુમાર આદ્રોજાએ તેના ઘરે એક વર્ષ પહેલા દીકરીનો જન્મ થયો હતો ત્યારે લક્ષ્મીજીને વધાવવા માટે મોરબીના રવાપર ગામે 51,111 બાજરાના રોટલા બનાવીને ગાય માતાને જુદીજુદી ગૌશાળામાં ખવડાવ્યા હતા અને હવે તેના પહેલા જન્મ દિવસે પણ બાજરાના 11,111 રોટલા બનાવીને ગૌ માતાની સેવા કરીને દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને ગાયોની સેવા કરવા માટેનો એક અલગ રાહ સમાજને ચીંધ્યો છે.






Latest News