મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો  દ્વારા ગામમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં પાનેલી પ્રા. શાળા, પાનેલી આંગણવાડી, ગીડચ પ્રા. શાળા તથા ગીડચ આંગણવાડીના બાળકોને તેમજ શાળા અને આંગણવાડીમાં ના જતા તમામ બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવેલ હતું. ખાસ કરીને  બાળકોના આંતરડામાં કૃમિ સંક્રમણના કારણે તેઓ કુપોષણના શિકાર બને છે અને તેમના શરીરમાં લોહીની ઉણપ જણાય છે. જેથી બાળકોના આંતરડામાંથી કૃમિ દૂર કરવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત આલ્બેન્ડાઝોલની ગોળીઓ બાળકોને આપવા માં આવે છે જેથી બાળકોના આંતરડામાંથી કૃમીઓનો નાશ થાય છે. અને કૃમિના કારણે આયર્નની કમી થવાથી પાંડુરોગ જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે. તો બાળકોને કૃમિથી બચાવવા માટે આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવે છે. જે ચાવીને ખાવાની હોય છે. મીઠી લાગે એટલે બાળકો ચાવીને ખાઈ શકે છે.






Latest News