તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન


SHARE









મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન

મોરબી અધ્યયન મંડળ દ્વારા તા ૧૨/૦૨/૨૬ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા શનાળા રોડ ઉપર છોટાલાલ પ્રેટ્રોલ પંપ વાળી શેરીમાં  શનિદેવના મંદિરની પાછળ આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યોજાશે.

આ કાર્યશાળામાં રાજકોટના ધનશ્યામભાઈ ગઢવી (ડાયરેક્ટર મણિમંદિર સંગ્રહાલય, ટી.વી. કલાકાર) જેઓ ભારતીય મંદિરો, સામાજિક  અને આર્થિક વ્યવસ્થાઓનું ગુરુત્વ કેન્દ્રબિંદુ વિષય પર  વ્યાખ્યાન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ  ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા)માં જોડાવવા મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશ પનારા, સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા અપિલ કરવામાં આવી છે.




Latest News