મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો  દ્વારા ગામમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં પાનેલી પ્રા. શાળા, પાનેલી આંગણવાડી, ગીડચ પ્રા. શાળા તથા ગીડચ આંગણવાડીના બાળકોને તેમજ શાળા અને આંગણવાડીમાં ના જતા તમામ બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવેલ હતું. ખાસ કરીને  બાળકોના આંતરડામાં કૃમિ સંક્રમણના કારણે તેઓ કુપોષણના શિકાર બને છે અને તેમના શરીરમાં લોહીની ઉણપ જણાય છે. જેથી બાળકોના આંતરડામાંથી કૃમિ દૂર કરવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત આલ્બેન્ડાઝોલની ગોળીઓ બાળકોને આપવા માં આવે છે જેથી બાળકોના આંતરડામાંથી કૃમીઓનો નાશ થાય છે. અને કૃમિના કારણે આયર્નની કમી થવાથી પાંડુરોગ જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે. તો બાળકોને કૃમિથી બચાવવા માટે આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવે છે. જે ચાવીને ખાવાની હોય છે. મીઠી લાગે એટલે બાળકો ચાવીને ખાઈ શકે છે.






Latest News