મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો


SHARE











મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે 16 વર્ષના સગીર બાળકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા છરી મરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સંસ્કાર હાઈટસ ખાતે રહેતા વકારઅહેમદ જાવીદભાઈ નામના 16 વર્ષના સગીરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે છરી મારવામાં આવી હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે સગીર બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે અને બાળકને કોણે છરી મારી તેમજ શા માટે છરી મારવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

મહિલા સારવારમાં

મૂળ ભાવનગરના રહેવાસી નયનાબા વિક્રમસિંહ સરવૈયા (33) નામના મહિલા તેના મામા સાથે બાઈકમાં જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે તેને ડાબા પગમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા હરેશભાઈ ઝિંઝવાડીયા (30) નામનો યુવાન હળવદની મોરબી ચોકડી પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને 108 મારફતે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનને ડાબા પગમાં ફેક્ચર થયેલ હોય હાલમાં તે સારવાર હેઠળ છે આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News