મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના સાપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસે સાપર ગામની સીમમાં આવેલ લીમોન્ઝા સીરામીકમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ધર્મેન્દ્રભાઈ પ્રભુલાલ દશવંત (32) નામના યુવાન ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ધર્મેન્દ્રભાઈને સંતનમાં બે દીકરી હતી જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. અને આ બનાવની જાણ થતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા
મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા શોભનાબેન વિજયભાઈ નામના ૪૫ વર્ષના મહિલાને માળિયા હાઇવે ઉપર સામેવાળા અમિતભાઈ, અશોકભાઈ, ભરતભાઈ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને પાઇપ વડે માર માર્યો હતો.જેથી ઈજા પામેલ શોભનાબેનને મોરબીની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોય પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરવામાં આવી હતી.જેની આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.તેમજ મોરબીના નવલખી ઓવર બ્રિજ નજીક ચાલુ રિક્ષામાંથી ઠેકડો મારવા જતા વિસલાબેન અરમાનભાઈ રહે.રાજકોટ નામના મહિલા કે જેઓ નવ માસ પ્રેગનેટ હોય તેમને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News