મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ


SHARE







મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ

દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ એસએસસી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં કુલ ૧૭૦ વિદ્યાર્થીઓનું રેજીસ્ટ્રેશન થયેલ હતું.જેમાંથી ૧૫૫ વિદ્યાર્થીઓએ હાજર રહીને બોર્ડ પરીક્ષાનો અનુભવ લીધો હતો.

માર્ચ માસમાં યોજાનાર બોર્ડની પરીક્ષા પહેલા ફેબ્રુઆરી મહીનામાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજાઇહતી.જેમા બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય તે હેતુથી અહીંની ગીતાંજલી સ્કુલ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવી શકાય, અલગ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ કેવો હોય તે વિદ્યાર્થી સમજે, રસીદ, ઉતારવહી, બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર, પુરવણી વિગેરે જેવી બાબતોન વિદ્યાર્થીઓને મહાવરો થાય તેમજ વિદ્યાર્થીના મનમાં રહેલી સમસ્યાનું સમાધાન લાવી શકાય તે રીતે સફળપુર્વક આ પરીક્ષા પૂર્ણ થઈ હતી.

બોર્ડની પરીક્ષાની જેમ જ બ્લોક મુજબ બેઠક વ્યવસ્થા એક વર્ગમાં ૩૦ વિદ્યાર્થી, રસીદ, બારકોર્ડ, ખાખી સ્ટીકર વિગેરે દ્વારા આબેહૂબ બોર્ડ પરીક્ષાનું આયોજન થયું હતુ.અનુભવી સ્ટાફ દ્વારા આયોજનબધ્ધ સુચારૂ સંચાલન કરી બોર્ડની પરીક્ષાનો માહોલ ઉભો કરવામાં સફળ રહ્યા હતા જેનો ફાયદો વિદ્યાર્થીને મળ્યો હતો.સાથે સાથે વિદ્યાર્થીમાં રહેલ પરીક્ષાનો ડર, વિદ્યાર્થીની અંદર રહેલ પરીક્ષાનો હાવ દૂર થાય અને પૂર્વ અનુભવ કેળવાય અને વિદ્યાર્થી ચિંતામુક્ત થઇ પરીક્ષા આપે એવા ઉદ્દેશથી આ પરીક્ષા યોજાય હતી.જેમાં શાળાને સફળતા મળી હતી.ઘણા વિદ્યાર્થીએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા અને નીડરતાથી પરિક્ષા આપી હતી.આ સાથે આગામી બોર્ડની પરિક્ષા આપનાર મોરબીના તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે શુભકામના સાથે સારૂ પરિણામ લાવી માતા-પિતા અને ગુરૂનું નામ રોશન કરો તેવી શુભઆશિષ પાઠવી હતી.






Latest News