મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત નાગરીકે પોલીસ ભરતીમા દોડ સ્પર્ધા બંધ કરવા કરી માંગ


SHARE











મોરબીના જાગૃત નાગરીકે પોલીસ ભરતીમા દોડ સ્પર્ધા બંધ કરવા કરી માંગ

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે,

હાલમા પોલીસ ભરતીના તમામ નિયમો બરાબર છે પરંતુ દોડનો નિયમ રદ કરવો જોઈએ.કારણ કે ઉમેદવાર દોડવાની ટ્રાયમાં જાય છે ત્યારે ગુજરાતમા આઠથી દસ યુવાનો દોડની તૈયારી કરતા સમયે હાર્ટ એટેકથી મોત થયેલ છે.ડોકટરી રીપોટમાં પણ આવેલ છે કે આ મૃત્યુ વધુ પડતુ દોડવાથી થયેલ છે.વર્ષો પહેલા જયારે આ નિયમ હતો ત્યારે આટલા વાહનો કે ઘોડા ન હતા.અને ચોરને પોલીસ દોડીને પકડતી જોકે હાલમાં પોલીસને જીપ તથા બાઈકો આપવામા આવે છે.જેનો ઉપયોગ તે આરોપી કે ચોરને પકડવામા કરે છે.આજે એવો કોઈ બનાવ બનતો નથી કે પોલીસ દોડીને આરોપીને પકડયા હોયઆજના યુગમા તમામ જાતના વાહનો સરકારે આપેલ છે.જેથી આ દોડવાનો નિયમ રદ કરવો જોઈએ જેથી ઘણાના લાડકવાયાનો જીવ બચી જશે.તાજેતરમા આવો કિસ્સો મોરબી ખાતે પણ બનવા પામેલ છે.પોતાનો એકનો એક દિકરો પોલીસ ભરતીની તૈયારી કરતો હતો અને ગ્રાઉન્ડમાં દોડવા ગયેલ અને ત્યાંષજ તેને હાર્ટએટેક આવી ગયેલ હજુ પણ આવા કેટલા બનાવ બનશે અને શુ પરિણામ આવી શકે તે કોઈ કહી શકે તેમ નથી.આ મુદો ધણોઍજ ગંભીર છે સરકારે આ બાબતે દોડવાની પ્રકીયા રદ કરવી જોઈએ બાકી બધા નિયમો ભલે ચાલે.ગંભીર વિચારણા કરીને ગુજરાતના યુવાનોના હીતમાં નિર્ણય થાય તેવી તેઓએ માંગણી કરેલ છે.

મહેન્દ્રનગર ગામે પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવા માંગ

હાલમા મોરબી નજીકના મહેન્દ્રનગર ગામની વસ્તી એકાદ લાખ જેવી છે.જયા મહેન્દ્રનગર ખાતે જુનુ બસ સ્ટેન્ડનું જર્જરીત હાલતમાં હતુ જેતે સમયે કોઈ જાનહાની ન થાય તે હેતુથી આ બસ સ્ટેન્ડને પાડી દેવામાં આવેલ.તેને આશરે બે વર્ષ જેવો સમય થયો પરંતુ હજુ નવુ બસ સ્ટેન્ડ બનાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ! હાલમાં ત્યા દરરોજ પાંચસો મુસાફર એસ.ટી.નો લાભ મેળવે છે.પરંતુ બસ સ્ટેન્ડ ન હોવાને કારણે ખુલામાં ટાઢ, તડકો અને વરસાદને કારણે મુસાફર જનતા હેરાન થાય છે.તેમા પણ સ્કુલે જતી વિધાર્થીઓ વધુ હેરાન થાય છે. મહેન્દ્રનગર આ વિસ્તારનુ મુખ્ય મથક છે.જેની આજુ-બાજુ પાંચથી દસ મોટી સોસાયટી આવેલ છે જેનો આ વિસ્તાર ઉપયોગ કરે છે.તેમજ અમદાવાદ તરફ જતી તમામ એસ.ટી.બસો અહીંથી પસાર થાય છે.જેનો હજારો મુસાફરો આ બસ સ્ટેન્ડ ધણુ જ ઉપયોગી છે.તેથી લોકોના હિતમાં અહીંના પી.પી.જોશી દ્વારા જિલ્લા કલેકટરને લેખીતમાં અત્રે બસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે






Latest News