મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી: સગીરાએ લગ્ન કરવાની જીદ કરીને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબી: સગીરાએ લગ્ન કરવાની જીદ કરીને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના પીપળી ગામે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતી સગીરાને લગ્ન કરવા હતા પરંતુ તેની ઉંમર પૂરી ન હોવાથી તેની માતાએ ઉંમર પૂરી થયા બાદ લગ્ન કરવા માટે થઈને તેને કહ્યું હતું જે બાબતે સગીરાને મનોમન લાગી આવતા તે સગીરાએ પોતે પોતાની જાતે ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ નગાજીભાઈ પરિહારની 17 વર્ષની દીકરી પૂજા એ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાની માતા લાભુબેન ઉર્ફે રાધાબેન જગદીશભાઈ પરિહાર (40) રહે. પીપળી ગામ શિવ પાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, મૃતક સગીરાને લગ્ન કરવા હતા પરંતુ તેની ઉંમર પૂરી ન હોવાથી તેની માતાએ સગીરાને ઉંમર 18 વર્ષ પૂરી થઈ જાય ત્યારબાદ લગ્ન કરી આપવા માટે થઈને કહ્યું હતું તે બાબતે સગીરાને મનોમન લાગી આવતા તેણે આવેશમાં આવીને આ અંતિમ પગલું ભરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ઈશ્વરભાઈ પ્રભુભાઈ હળવદિયા (40) નામના યુવાનને અજાણ્યા ચાર શખ્સો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો મહિપતસિંહ અજીતસિંહ જાડેજા (17) નામનો સગીર એકટીવામાં જઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ સગીરને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News