મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબીમાં કારમાંથી બિયરના ટીન મળ્યા: 3 લાખથી વધુના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીમાં કારમાંથી બિયરના ટીન મળ્યા: 3 લાખથી વધુના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં કાર પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી બિયરના બે ટી મળી આવ્યા હતા જેથી કરીને બીયર અને કાર સહિત કુલ મળીને 3,00,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લુક્સ ફર્નિચર પાસેથી કાર પસાર થઈ રહી હતી જેને રોકીને તેમાં બેઠેકા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલ હતો. ત્યારે સ્વિફ્ટ કાર નંબર જીજે 36 એએલ 3047 માંથી બિયરના બે ટી મળી આવતા 240 ની કિંમતના બિયર તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,00,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી જાવેદભાઈ ઇસ્માઈલભાઈ માટલી (33) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બિયરના ટી તેણે રફીક ઉર્ફે બાડો જામ રહે. લાતી પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યા હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

કચ્છ જિલ્લાના સામખયારી ખાતે રહેતો યોગેશ હિંમતભાઈ જોશી (21) નામનો યુવાન સામખયારીમાંથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News