મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ


SHARE













મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી આજરોજ તા.૦૪/૦૨/૨૦૨૬ ના રોજ વહેલી સવારથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે.

આ મુલાકાત અન્વયે મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકાના ગામો મળી કુલ ૩૧ ગામોમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને વાંકાનેર તાલુકાના ૧૭, મોરબીના ૮, હળવદના ૮ અને ટંકારાના ૨ ગામોનો સમાવેશ થાય છે. આ આકસ્મિક મુલાકાત દરમિયાન ગામડાઓમાં સરકારી મકાનો અને કચેરીઓની સ્વચ્છતા, સફાઈ માટેની નિયમિત વ્યવસ્થા તથા સ્વચ્છતા ઝુંબેશની અમલવારી જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

અધિકારીઓ દ્વારા ગામડાઓમાં પહોંચી પીએચસી, સીએચસી તથા સબ સેન્ટરોની કામગીરી અને સ્ટાફની હાજરીની સઘન તપાસ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા ગામની દરેક કચેરી અને સરકારી મકાનોમાં સ્વચ્છતાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્વચ્છતા અંગેનું આયોજન, સરપંચ અને તલાટી-કમ-મંત્રી સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશની અમલવારી તથા ગ્રામજનોમાં જાગૃતિ લાવવા અંગે વિશેષ આયોજન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે અને રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ તથા પીવા અને સિંચાઈના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય જનતા માટે સુલભ બને તે સુનિશ્ચિત કરવાનો છે. મુલાકાત પૂર્ણ થયે અધિકારીઓ દ્વારા મેળવેલી વિગતોના આધારે અહેવાલ તૈયાર કરી પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે






Latest News