મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત


SHARE











મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત

મોરબીના સોખડા ગામ નજીક કપાસનું વાવેતર કરેલા ખેતરમાંથી યુવાનનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક યુવાન માનસિક બીમાર હોય ઘરે કોઈને કશું કહ્યા વગર છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો ત્યાર બાદ તેની કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સોખડા ગામે રહેતો સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (36) નામનો યુવાન માનસિક બીમાર હોય અવારનવાર પોતાના ઘરેથી નીકળી જતો હતો તેવામાં છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ સોખડા અને બહાદુરગઢ રોડ ઉપર આવેલ રમેશભાઈ બાલાસરાની વાડીમાં કપાસનું વાવેતર કરેલું છે ત્યાં ખેતરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં સંજયભાઈ સુરેલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રમેશભાઈ બાલાસરા રહે. કિશનગઢ સોખડા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળન કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું બીમારી સબબ મોત

વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચરભાઇ ગોવિંદભાઈ સોલંકી (67) ને બીપીની બીમારી હોય બીમારી સબ તેઓનું ઘરે મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News