વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત


SHARE











માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવતા નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને તેની માતા પાસે જવું હતું જો કે, કાકાએ બે દિવસ પછી જવનું કહેતા સગીરને લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરી છે.

મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા રામસિંગભાઈ બાબુભાઈ ભગોરા (16) નામના સગીરે ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા માળિયા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીર છેલ્લા બે ચાર દિવસથી તેના કાકા નુરકાભાઈ સાથે રહેતો હતો અને તેની માતા રીતાબેન બાબુભાઈ ભગોરા રાજકોટ ખાતે રહેતી હોય ત્યાં મૃતક સગીરને જવું હતું અને તેના માટે તે જીદ કરતો હતો દરમિયાન તેના કાકાએ તેને બે દિવસ પછી જવા માટે કહ્યું હતું અને તે બાબતે તેને લાગી આવતા આ સગીર બાળકે ઓરડની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવી માહિતી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી ચાલુ કરી છે.


વિસીપરામાં સામસામે પથ્થરમારો

મોરબીના વિસીપરા વિસ્તારમાં સામસામે પથ્થરમારાનો બનાવ બન્યો હતો.જેમાં ઈંટના છુટા ઘા કરવામાં આવ્યા હોય બંને પક્ષેથી મળીને કુલ સાત લોકોને ઈજાઓ થઈ હતી.જેમાં સારિકાબેન સીદીકભાઈ કાનેલિયા (૪૦), મુસ્કાનબેન રાજભાઈ ભટ્ટી (૧૮), આશિયાનાબેન કાજીભાઈ ભઠ્ઠી (૧૮) અને નૂરબાઈબેન જુસાભાઈ જામ (૬૦) તેમજ સામેના પક્ષેથી ફરજાનાબેન ગુલામભાઇ મોવર (૫૫), રહેમતબેન ગુલામભાઇ મોવર (૫૫) અને હુશેનાબેન રસુલભાઇ મોવાર (૬૦) રહે.બધા વીસીપરા વાળાઓનો સમાવેશ થાય છે.બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામે દરિયાલાલ હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી આબેદિન યુસુફભાઈ માજોઠી (૨૦), સાકીર યુસુફભાઈ માજોઠી (૩૦) તેમજ ગફારભાઈ ઇસ્માઈલભાઈ (૩૦) રહે.બધા કાંતિનગર માળિયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ ને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરી હતી જ્યારે ભુજના લાકડીયા ગામે રહેતા લક્ષ્મીબેન રતાભાઇ પરમાર નામના ૫૨ વર્ષના મહિલા ઘરેથી કામ માટે બહાર જતા હતા ત્યારે બજારમાં અજાણ્ય વાહન સાથે અકસ્માત બનાવમાં ઈજા થઈ હોય તેઓને સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીની પાવળીયારી-જેતપર રોડ ખાતે વાહન અકસ્માત બનાવમાં શરીર અને મોઢાના ભાગે ઇજાઓ થતા હીરાભાઈ માલવી (૪૦) ને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

રીક્ષા પલ્ટી જતા ઈજા

મોરબી તાલુકાના બીલીયા અને બગથળા ગામ વચ્ચે રીક્ષા પલ્ટી જવાનો બનાવ બન્યો હતો.જેમાં ભારતીબેન હરેશભાઈ દેલવાડીયા (૪૦) અને હરેશભાઈ અશોકભાઈ દેલવાડીયા (૪૦) બંને રહે.મોડપર તા.જી. મોરબીને ઈજા થઈ હોય સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જ્યારે મોરબીના મયુર પુલ ઉપરથી લારી લઇને જઇ રહેલા બાબુભાઈ છગનભાઈ ધુમલીયા (૭૫) રહે.નજરબાગ સામેકાંઠે મોરબી-૨ ને અજાણ્યા મોટર સાયકલ ચાલકે પાછળથી હડફેટે લીધા હતા જે બનાવમાં ઈજા પામેલા બાબુભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.






Latest News