મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન


SHARE











મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવ આગામી તા. 11 ના રોજ યોજાશે. ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા રાખવામા આવેલ છે. અને ત્યારે રાજ્યના મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહેશે.  ત્યારબાદ ગામનો સમૂહ પ્રસાદનું યોજાશે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે.

મોરબી નજીકના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક પ્રસંગના મુખ્ય યજમાન જયેશભાઈ ગોપાલભાઈ વિલપરા તેમજ સહ યજમાનોમાં દશરથભાઈ ગોપાલભાઈ વિલપરા, શૈલેષભાઈ રતિલાલભાઈ વિલપરા, બળદેવભાઈ ચુનીલાલ વિલપરા, જીગ્નેશભાઈ રતિલાલભાઈ વિલપરા, સંજયભાઈ નારણભાઈ વિલપરા અને ધર્મેન્દ્રભાઈ નારણભાઈ વિલપરા છે અને આગામી તા. 10 ને મંગળવારના રોજ સાંજે સાડા ચાર કલાકે દેહશુદ્ધિ, ધાન્યાધીવાસ અને કુટીર હોમનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રિના નવ કલાકે પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં ભજનીક મિલનભાઈ પટેલ, દક્ષાબેન પરમાર અને હિતેશગીરી ગોસ્વામી દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે તબલા વાદક માનભા જાડેજા, બેનજો વાદક જગદીશ બાપુ સહિતના સાજિંદાઓ સુરતાલ આપશે.

ત્યારબાદ તા.11/2 ના રોજ સવારે 7 વાગ્યાથી યજ્ઞ શરૂ થશે. 10 વાગ્યે ધર્મસભા, 10:30 વાગ્યે મંદિર ઉપર ઈંડુ અને ધ્વજાજી ચડાવવામાં આવશે અને ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાઆરતી અને ત્યાર પછી મહાપ્રસાદ યોજાશે આ ધાર્મિક પ્રસંગે બગથળા ગામે આવેલ નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા તથા બ્રિજેશભાઈ મેરજા, મોરબી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે આ ધાર્મિક પ્રસંગનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News