મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE







હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

હળવદના કવાડિયા ગામે રહેતા યુવાનની પત્ની રિસામણે બેઠેલ હોય તે ગુમસુમ રહેતો હતો અને તેની પત્નીએ યુવાન સરખો કામ ધંધો નહીં કરે ત્યાં સુધી પરત આવવાની ના પાડી હતી જેથી કંટાળી ગયેલા યુવાને વાડીએ ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

હળવદ તાલુકાના કવડિયા ગામે રહેતા વિરમભાઇ ઉર્ફે હકો ધનજીભાઈ કોપાણીયા (30) નામના યુવાને પોતાની વાડીએ જાંબુડાના ઝાડ સાથે દોરડું બાંધીને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા ધનજીભાઈ રામજીભાઈ કોપાણીયા (55) રહે. કવાડિયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવાનની પત્ની છેલ્લા બે ત્રણ મહિનાથી રિસામણે હતી અને મૃતક યુવાન ત્યારથી ગુમસૂમ રહેતો હતો અને જ્યાં સુધી મૃતક યુવાન સરખો કામ ધંધો નહીં કરે ત્યાં સુધી તેની પત્નીએ પરત આવવાની ના પાડેલ હતી જેથી કંટાળી જઈને યુવાને આ અંતિમ પગલું ભર્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News