મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

હિન્દુ ધર્મજાગૃતિનો પ્રારંભ: મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ હોલમાં હિન્દૂ સંમેલન યોજાયું


SHARE











હિન્દુ ધર્મજાગૃતિનો પ્રારંભ: મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ હોલમાં હિન્દૂ સંમેલન યોજાયું

મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગરની રાજનગર વસ્તીમાં આવેલા પંચાસર રોડ વિસ્તારમાં તાજેતરમાં હિન્દૂ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 1700 જેટલા હિન્દૂ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો હતો.

આ હિન્દૂ સંમેલનનો મુખ્ય હેતુ જનમાનસમાં રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવાનો અને હિન્દુત્વ જાગૃત કરવાનો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નકલંક ધામ બગથળાના મહંત પૂજ્ય દામજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી વક્તૃત્વ શૈલીમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો, જેને શ્રોતાઓએ ખૂબ જ ઉષ્માભેર સ્વીકાર્યો હતો. તે ઉપરાંત વિજયભાઈ રાવલ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ચાલી રહેલા “પંચ પરિવર્તન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના મુદ્દાઓ રજૂ કરાયા હતા.

આ ભવ્ય સંમેલનને સફળ બનાવવા માટે આસપાસના વિસ્તારોમાંથી ઉપસ્થિત સમગ્ર હિન્દૂ સમાજ તથા હિન્દૂ સંમેલન સમિતિ, પંચાસર રોડ – મોરબી ના કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી અને પ્રભાવશાળી ભાષા શૈલીમાં જીનિયસ એકેડમીના સુભાષભાઈ ઘેટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રીતે પંચાસર રોડ પર યોજાયેલ હિન્દૂ સંમેલન ધાર્મિક જાગૃતિ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ચેતનાનો સશક્ત સંદેશ આપતું યાદગાર બની રહ્યું હતું.






Latest News