મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું: વાંકાનેરના પલાસડી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા પરણીતાનું મોત


SHARE







મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું: વાંકાનેરના પલાસડી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા પરણીતાનું મોત

મોરબીની ધર્મ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતી મહિલા પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા નિકેતભાઈ ત્રીકમજીભાઈ ડાભી (43) નામના યુવાને પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ત્યાં પંખા સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઈ પરમાર (37) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને આ મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News