મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ફિક્સ પગાર વાળા શિક્ષકોને નિયમિત પગાર હુકમનું વિતરણ કરાયું


SHARE











મોરબી જીલ્લામાં ફિક્સ પગાર વાળા શિક્ષકોને નિયમિત પગાર હુકમનું વિતરણ કરાયું

મોરબી જિલ્લાના ફીક્સ પગાર પર કાર્યરત શિક્ષકો માટે અત્યંત  મહત્વપૂર્ણ અને હકારાત્મક એવા એક કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળ મોરબી તથા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નિયમિત પગાર હુકમ વિતરણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના મીટીંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી મોરબી કે.એમ.મોતા, મોરબી જીલ્લા સંઘ પ્રમુખ મેહુલભાઈ દેથરીયા, મહામંત્રી હર્ષદભાઈ બોડા, શિક્ષણ નિરીક્ષક એવા ધર્મિષ્ઠાબેન કડિવાર અને હિતેશભાઈ સરડવા, વહીવટી અધિકારી બ્રિજેશભાઈ તેમજ ઓફીસના તમામ ક્લાર્ક અને AEI મિત્રો હાજર રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 29 શિક્ષકોને નિયમિત પગારના  ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા, જે શિક્ષકો માટે આનંદ અને ગૌરવની ક્ષણ હતી. સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, ક્લાર્કઓ તથા વર્ગ૪ના કર્મચારીઓનું સન્માન કરીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.






Latest News