મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ


SHARE







મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ કરવામાં આવેલ છે અને "સ્પર્શ   લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન "Ending Discrimination, Ensuring Dignity ("પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરીને ભેદભાવનો અંત) થીમ હેઠળ લેપ્રસી દિવસની ઉજવણી સાથે જન જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

૩૦ મી જાન્યુઆરી રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાથે સાથે પુજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પણ હોય ગાંધીજીના નિર્વાણ દિને તા.૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે "સ્પર્શ લેપ્રસી અવેરનેસ કમ્પેઈન" નો શુભારંભ જીલ્લા ક્ષય કેન્દ્ર-રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટે  મહાત્મા ગાંધીજીના સ્વપ્ને પરિપુણૅ  કરવા માટે રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવી, શંકાસ્પદ રક્તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્ય ભેદભાવ ન રાખવાં જણાવ્યું હતું.

"સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન" અતૅગત મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ તથા જીલ્લા ક્ષય-રરક્તપિત્ત અધીકારી ડો.ધનસુખ અજાણાના સતત માગૅદશૅન હેઠળ કાર્યકમ યોજાયો હતો. તેમજ આ કાર્યક્રમમાં લેપ્રસી રોગ વિશે માન્યતા તથા ગેર માન્યતા વિશે સમજ આપવામાં આવેલ રક્તપિત્ત રોગને તેના લક્ષણોને વહેલા કેમ ઓળખી શકાય  કે રીતે કાળજી રાખી શકાય તે વિશે પિયુષભાઈ જોષીએ  વિસ્તૃત માહિતી આપેલ હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રક્તપિત્તમાં દર્દીઓને અલ્સર કીટ તેમજ એમસીઆર શુઝનું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા રક્તપિત્ત પેરા મેડિકલ વકૅર ધર્મેન્દ્રભાઈ‌ વાઢેર તથા જીલ્લા પ્રોગ્રામ કૉ-ઓરડીનેટર પિયુષભાઈ જોષી, તથા અન્ય તમામ ડીટીસી કમૅચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.






Latest News