મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો નહીં આડકતરો ફાયદો થશે: મનોજભાઇ એરવાડીયા


SHARE











કેન્દ્ર સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો નહીં આડકતરો ફાયદો થશે: મનોજભાઇ એરવાડીયા

કેન્દ્ર સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવેલ વર્ષ 2026-27 ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થવાનો નથી તો પણ આ બજેટને સિરામિક ઉદ્યોગકારો સહિતના આવકારી રહ્યા છે કેમ કેકેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવેલ છે. તેનો સીધો નહીં પરંતુ આડકતરો ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગને થશે. તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખ જણાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા આજે જે બજેટને સાંસદ ભવનમાં રજુ કરવામાં આવ્યું છે તે સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે લાભકારક હોવાનું તેમજ અર્થતંત્રને દોડતું કરે તેવું બજેટ છે જો કે, મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે ત્યારે આ બજેટ સિરામિક ઉદ્યોગ માટે કેવું રહેશે તે જાણવાનો પ્રયાસ કરતા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક ફલક ઉપર પથરાયેલો છે અને વર્ષે કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે જો કે, સીરામીક પ્રોડક્ટ ઉપર 18 ટકા જીએસટી લાગે છે તેને ઘટાડવામાં આવે તેવી માંગ કરી હતી તે સંતોષવામાં આવેલ નથી અને સીરામીક પ્રોડકોટના ઉત્પાદન માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર 6 ટકા વેટ લાગે છે. જો કે, નેચરલ ગેસને જીએસટીમાં સમાવવામાં આવે તેવી માંગ કરી હતી તેને પણ ધ્યાને લેવામાં આવેલ નથી જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો નથી જો કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ જેટલા મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં ટાઇલ્સ અને સેનેટરી મોરબીના સિરામિક ઉદ્યોગની વપરાશે જેથી ઉદ્યોગકારોને ફાયદો થશે અને ખાસ કરીને એમએસએમઇ માટે 10 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેનાથી મોરબીના ઉદ્યોગકારોને ફાયદો થશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી મોરબીના સિરામિક ઉદ્યોગને આડકતરી રીતે ફાયદો થશે તેવું સિરામિક એસો.ના પ્રમુખ જણાવી રહ્યા છે.






Latest News