ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે ૨૭ લાખની લૂંટ : કારમાં પત્થર ઝીકિ જીનીગ મિલના પાર્ટનરની કારને રોકી છરી-ધોકા વડે હુમલો કરનાર બેની શોધખોળ


SHARE











વાંકાનેરના ચંદ્રપુર પાસે ૨૭ લાખની લૂંટ : કારમાં પત્થર ઝીકિ જીનીગ મિલના પાર્ટનરની કારને રોકી છરી-ધોકા વડે હુમલો કરનાર બેની શોધખોળ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ચંદ્રપુર પાસેથી કારને રોકીને જીનના ભાગીદાર સહિત બે વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને છરી તેમજ ધોકા વડે માર મારીને  તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટ કરી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને ઇજાગ્રસ્ચ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે અને હાલમાં પોલીસે બનાવની ફરીયાદ લઇને ગુનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લાના વાંકાનર તાલુકામાં ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામ ના કારખાના ભાગીદાર માથકિયા ઈસુબભાઈ રહીમભાઈ (૩૮) પોતાની કાર લઇને વાંકાનેર નજીકના ચંદ્રપુર પાસે આવેલા તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા ઈસુબભાઈ નામના યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ૨૭ લાખ રૂપિયાની રોકડ લૂંટીને બે શખ્સો નાસી છૂટયા છે જેથી કરીને હાલમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને લૂંટની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા બન્ને શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે.

હાલમાં વાંકાનેરની આશીયાના સોસાયટીઆ રહેતા યુસુફભાઈ રહીમભાઈ માથકીયા જાતે મોમીન (મુસ્લીમ) (ઉ.વ ૩૯)એ હાલમાં અજાણ્યા બે ઇસમો જેની ઉમર આશરે ૨૫ થી ૩૫ ની હશે તેવા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચંદ્રપુર મોમીનશાહ બાવાની દરગાહ સામે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ જતા કાચા રસ્તેથી તે તેઓના મહેતાજી અબ્દુલ અલાવદીભાઇ શેરસીયા સાથે જીનીંગેથી સ્વીફટ કાર નં. જી.જે.૦૩ ઇ.આર.૭૯૪૮ મા બેસી વાંકાનેર આવતા હતા ત્યારે કારખાના નજીક કાચા રસ્તે આરોપીઓએ પથ્થરનો ઘા કરતા ફરિયાદીની કારના ટાપ ઉપર પડતા તેણે કાર ઉભી રાખી હતી.

ત્યારે આરોપીઓ બાજુમા બંધ પડેલ જીનીગની વંડી ટપી કાર પાસે મોઢે બુકાની બાંધેલ હાલતમા આવ્યા હતા અને ઘોકો અને છરી લઈને આવેલા શ્ખ્સોએ કારણો કાચ ફોડયો હતો જેથી કાચ ઉડીને ફરિયાદીને મોઢાના ભાગે હોઠ પર લાગેલ તેમજ છરી વાળા ઇસમે તેના ગળા પર છરી રાખી કારની ચાવી કાઢી બહાર ફેકી દીધી હતી અને છરી ડોક પર મારી દઇ સામાન્ય ઇજા કરી ભય બતાવી કારમા પાછળની શીટમા રાખેલ બે થેલા જેમા એક થેલામા હીસાબના ચોપડા હતા બીજા થેલામા અલગ અલગ દરની ૨૭,૦૦,૦૦૦ ની રકમ હતી તે બન્ને થેલા લઇ આરોપીઓ બાઈકમાં નાશી ગયા છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આબે અજાણ્યા શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૯૪, ૩૩૭, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

 






Latest News