વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક-વચેટીયો ઝડપાયા


SHARE







મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક-વચેટીયો ઝડપાયા

મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરી ફજવતા કલર્કે ૭૫ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેથી કરીને અરજદાર દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કલાર્ક વતી લાંચ લેતા વચેટિયાને એસીબીની ટીમે રંગે હાથે પકડાયો હતો ત્યાર બાદ બંનેની ધરપકડ કરીને એસીબીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે હક્કિત છે ત્યારે અમદાવાદ એસીબીની ટીમે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક નિર્મલ જીલુભાઇ ખુંગલાને લાંચના કેસમાં ઝડપી લીધેલ છે અને આ કલાર્કે ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું જે લાંચની રકમ ટીંબડી પાટિયા પાસે આવેલ અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,,૩ ની આગળ કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી કરીને પોલીસે રંગે હાથે તે બંનેને ઝડપી લીધા હતા અને તેને મોરબી એસીબી પોલીસ સ્ટેશને લઈને આવીને ગુનો નોંધવા આગળની કાર્યવાહી કરવામાં આવી છે આ રેડ અમદાવાદ એસીબીનાં પીઆઇ કે.વાય.વ્યાસ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News