વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં


SHARE







વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા પંચાસીયા ગામે દીકરી ભગાડી જવાની વાતો કરવામાં આવી રહી હતી જેથી તે બાબતે બોલાચાલી થઇ હતી અને કુહાડી, છરી સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા એક યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં હત્યાની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયામાં જેતીબેન વલ્લભભાઈ કુંઢીયા જાતે દેવીપૂજક (ઉ.૫૦) એ હાલમાં બાલુભાઈ લાભૂભાઈ કુંઢીયા, લાભૂભાઈ ભલુભાઇ કુંઢીયા અને દૂધીબેન લાભૂભાઈ કુંઢીયા સામે તેના દીકરા રાજુની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા ફરિયાદી મહિલાના દિયર બાબુભાઈ નરશીભાઈની દીકરીને ભગાડી જવી છે તેવી વાતો કરતો હતો જેથી બાલુભાઈ લાભુભાઈ તથા ફરિયાદિના દિયર બાબુભાઈ નરશીભાઈ વચ્ચે ઝધડો થયો હતી અને ત્યારે ફરિયાદીના પતિ વલ્લભભાઈ અને દીકરો રાજુભાઈ વચ્ચે પડ્યા હતા ત્યારે બાલુભાઈ લાભુભાઈ કુંઢીયાએ ફરિયાદી અને તેના પતિ વલ્લભભાઈ, દિયર બાબુભાઇ, દીકર રાજુભાઇ, રસીલાબેન, ભત્રીજા હરેશભાઈ બાબુભાઇને ગાળો આપી હતી અને કુહાડી તેમજ છરી વડે હુમલો કરીને ઇજાઓ કરી હતી ત્યારે રાજુભાઈને છરીના બે થી ત્રણ ઘા પડખામાં માર્યા હતા અને આરોપી દુધીબેન લાભુભાઈ તેમજ લાભુભાઈએ ફરિયાદી અને તેના પરિવારના લોકોને લાકડી વડે માર માર્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલા રાજુ વલ્લભભાઈ કુંઢીયા (ઉ.૨૬) નું મોત નીપજ્યું છે જેથી કરીને પોલીસે હત્યા સહિતની લાં હેઠળ ગુનો નોંધીને આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા, લાભુભાઈ ભલુભાઈ કુંઢીયા અને દુધીબેન લાભુભાઈ કુંઢીયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં વલ્લભભાઈ અને તેના ભાઈ બાબુભાઇને વધુ ઇજાઓ હોવાથી રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયા છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે




Latest News