સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE





ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી અને મારા મારી થયેલ હતી જેથી બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક ઇન્દ્રપ્રસ્થ-2 શેરી નં-4 ખાતે રહેતા કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ ખીમજીભાઇ સંઘાણી, રજનીકાંત ખીમજીભાઇ સંઘાણી અને કલ્પેશભાઈ ખીમજીભાઇ સંઘાણી રહે, બધા હરટીયાળી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓના કૌટુંબિક ભાઈ ખુશાલભાઈની પાણીની પાઇપ લાઇનને પંકજભાઈ તથા રજનીકાંતભાઈ ખોદકામ કરીને કાપતા હતા જેથી ખુશાલભાઈએ તેને પાણીની પાઇપલાઇન કાપવાની ના પાડી હતી જે તેઓને સારું નથી લાગતા તેઓએ ખુશાલભાઈ તથા નૌતમભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી તેઓને છોડાવવા માટે ગયો હતો અને તેણે પથ્થરનો છૂટો ઘા મારવામાં આવતા તેને ઈજા થઈ હોવાથી ત્રણ ટાંકા આવ્યા હતા અને કલ્પેશભાઈએ ફરિયાદીને લાકડી વડે મારમારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જ્યારે સામા પક્ષેથી મૂળ હરટીયાળીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં મવડી ચોકડી પાસે આદર્શ એવન્યુ સોસાયટી ફ્લેટ નંબર બી-702 માં રહેતા રજનીકાંતભાઈ ખીમજીભાઇ સંઘાણી (45)એ ખુશાલભાઈ જેઠાભાઈ સંઘાણી, નૌતમભાઈ ટપુભાઈ સંઘાણી અને કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેપંકજભાઈ પોતાની વાડીએ ગયા હતા અને તેઓની વાડીમાંથી ખુશાલભાઈની પાણીની પાઇપલાઇન નીકળતી હોય જે કાઢવાની હતી પરંતુ કાઢેલ ન હતી માટે ફરિયાદીનો ભાઈ પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં ખુશાલભાઈ અને નૌતમભાઈએ મારામારી કરી હતી તેમજ કીર્તિભાઈએ લાકડી વડે ફરિયાદીને જમણા હાથમાં કોણી પાસે તથા સાહેબ પંકજભાઈને વાંસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News