મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોટો ધડાકો: મોરબી જીલ્લામાં એસએમસીએ અગાઉ રેડ કરીને કબ્જે કરેલ 19,661 બોટલમાં ભરેલ દારૂ ડુપ્લિકેટ !, રાજસ્થાનથી બે શખ્સની ધરપકડ


SHARE











મોટો ધડાકો: મોરબી જીલ્લામાં એસએમસીએ અગાઉ રેડ કરીને કબ્જે કરેલ 19,661 બોટલમાં ભરેલ દારૂ ડુપ્લિકેટ !, રાજસ્થાનથી બે શખ્સની ધરપકડ

મોરબી જીલ્લામાં ગત જાન્યુઆરી માહિનામાં એસએમસીની ટીમે ટંકારા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ગોડાઉન રેડ કરી હતી ત્યારે કુલ મળીને 19,661 દારૂની બોટલો અને અન્ય મુદામાલ મળીને 1.22 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જે ગુનાની તપાસ દરમ્યાન બંને રેડમાં પકડાયેલ દારૂની બોટલોમાં ડુપ્લીકેટ દારૂનો જથ્થો હોવાનું તેમજ કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનું સામે આવ્યું છે. અને આ ગુનામાં બે આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં એસએમસીની ટીમે તા. 23/1/25 ના રોજ ટંકારા પોસ્ટે વિસ્તારમાં આવેલ લજાઇ જી.આઇ.ડી.સી.માં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે બંધ ગોડાઉનમાં રેડ કરી હતી અને ત્યાંથી દારૂની અલગ-અલગ બ્રાંડની 2147 બોટલો કબજે કરીને 11,81,414 નો મુદામાલ કબ્જે કર્યો હતો આવી જ રીતે તા 26/1/25 ના રોજ મોરબીના શનાળાથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ભુમી નામના ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી એસએમસીની ટીમે દારૂની 17514 બોટલો કબજે કરીને અન્ય મુદામાલ સહિત 1,11,94,212 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને જે તે સમયે 4 આરોપી પકડ્યા હતા અને 11 શખ્સોની સામે ગુનો એ ડિવિઝનમાં નોંધાયેલ હતો.

આ બંને ગુનાઓની તપાસ એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાને સોંપવામાં આવી હતી અને ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર, કબ્જે કરેલ વાહનના માલીકો તથા ચાલક, ઇંગ્લીશ દારૂની ડીસ્લરી વાઇઝ તપાસ, મળી આવેલ બિલ્ટી તથા ગોડાઉન ભાડેથી રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન વાળાઓને સત્વરે પકડી પાડવા જુદીજુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી. અને મોરબી પોલીસ તપાસ માટે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન સુધી ગયેલ હતી જેની તપાસ દરમ્યાન એવી માહિતી સામે આવેલ હતી કે, બન્ને ગુનાના કામે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હતો તે તમામ દારૂ ડુપ્લીકેટ હતો અને કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનું સામે આવ્યું છે.

આટલું જ નહીં કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરીને ખરીદ કરેલ હતા અને ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યક્તી નહી હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું. એટ્લે કે ખોટી ઓળખ આપી, ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરીને બન્ને ગોડાઉન ભાડે રાખવામા આવ્યા હતા જેથી આ બન્ને ગુનાઓના કામે દશ જેટલા આરોપીઓને અગાઉ અટક કરવામાં આવેલ છે અને બાકી રહેતા આરોપીઓને પકડવા માટે એક ટીમને રાજસ્થાન મોકલેલ હતી જે ટીમ દ્રારા આ બંને ગુનામાં પકડવાના બાકી બે આરોપીઓને રાજસ્થાનના જાલોર તથા બાડમેર જિલ્લા ખાતેથી પકડી લાવવામાં આવેલ છે.

હાલમાં જે બે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં ગંગારામ હીરારામ પંવાર રહે. રણોદર ગામ, ભીલો કી ઢાણી તાલુકો ચિતલવાના રાજસ્થાન અને હનુમાનારામ શંકરારામ શાહુ રહે. મિઠડા ખુર્દ તાલુકો ધોરીમન્ના રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ વી.એન.પરમાર તથા બી.ડી.ભટ્ટ અને એલ.સી.બી, પેરોલ/ફર્લો સ્કોડ તથા ટેકનીકલ ટીમના માણસો દ્વારા કરવામાં આવી હતી.






Latest News