મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત, મોટી વાવડી ગામે વાડીએ માથા ઉપર બોરવેલનો પાઇપ પડતાં આધેડનું મોત ​​​​​​​ટંકારાની લજાઈ ચોકડી નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવાયું જીવન જીવતા યુવાને કર્યો આપઘાત મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

​​​​​​​ટંકારાની લજાઈ ચોકડી નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવાયું જીવન જીવતા યુવાને કર્યો આપઘાત


SHARE







































ટંકારાની લજાઈ ચોકડી નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવાયું જીવન જીવતા યુવાને કર્યો આપઘાત

ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ ડ્રિફ સ્ટુડિયો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન ફોનમાં સતત વાતો કરતો હતો અને એકલવાયું જીવન જીવતો હતો જેથી તેના માતા-પિતા અને ભાઈએ તેને એકલા કામે જવા માટેની ના પડી હતી જેથી યુવાનને મનોમન લાગી આવતા યુવાને કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ ખેડા જિલ્લાના રહેવાસી અને હાલમાં લજાઈ ચોકડી પાસે આવેલ ડ્રિફ સ્ટુડિયો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પ્રતિકભાઇ પુંજાભાઈ રાઠોડ (20) નામના યુવાને પોતાની જાતે કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈ મેહુલભાઈ પુંજાભાઈ રાઠોડ (23)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ફોનમાં સતત વાતચીત કરતો હતો અને એકલવયુ જીવન જીવતો હતો જેથી તેના ભાઈ અને માતા-પિતાએ તેને કારખાને એકલા કામ કરવા માટે જવાની ના પાડતા યુવાને મનોમન લાગી આવ્યું હતું અને તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે. જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News