મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો


SHARE







































મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે શહેરના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુરેશ ભુપતભાઈ રાઠોડ (39)ને ત્યાં રેડ કરી હતી. સર્ચ દરમ્યાન ઘરમાંથી દારૂની ત્રણ બોટલો મળી આવતા રૂા.4491નો દારૂ, રૂા.10 હજારના બે મોબાઈલ અને 30 હજારનું સ્કુટર એમ કુલ રૂા.44,491નો મુદામાલ જપ્ત કર્યો હતો.આ રેડની તપાસમાં હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંત ધોળકીયા મોદી (37) રહે. નવાડેલા રોડનું નામ સામે આવતા હાલ સુરેશ રાઠોડ અને હિતેષ ધોળકીયા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ શરૂ કરવામાં આવેલ છે.

તેમજ હળવદ પોલીસે બાતમીને આધારે આસ્થા પેપરમીલ જવાના રસ્તે બાવળની કાંટમાં રેડ કરી હતી. ત્યારે ત્યાંથી એકટીવા ઉપર દારૂની હેરાફેરી કરતા પંકજ ચમનભાઈ ગોઢી (28) રહે. કણબીપરા હળવદને દારૂની 11 બોટલો સાથે પકડી પાડયો હતો. દારૂ, મોબાઈલ અને સ્કુટર મળીને રૂા.66,125નો મુદામાલ જપ્ત કરી પંકજ સામે ગુનો નોંધી તે કોની પાસેથી જથ્થો લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં
 ટંકારાના જબલપુર ગામે આઈરીશ કંપની ખાતે રહી મજુરીકામ કરતા વિનય શ્યામસુંદર યાદવ (19)ને પાંચેક લોકોએ ફટાકડા વડે દઝાડી દેતા અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે અને બાદ અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. સરતાનપર પાસે થયેલા અકસ્માતમાં ઈજા થતા ઉમેદસિંહ નવલભા ઝાલા (28) રહે. જાંબુડીયાને સારવારમાં ખસેડાયા હતા. તેમજ હળવદના મેરૂપર ગામે રજનીકાંતભાઈની વાડીએ રહી મજુરીકામ કરતા સુનીલ રમણભાઈ તડવી (24)એ કોઈ કારણસર દવા પી લેતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત
 મોરબી-કંડલા હાઈવે ઉપર માળીયા (મીં) નજીક બે ટ્રક અથડાયા હતા. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રવિણ ગોપાલભાઈ સિંગ (27) રહે. ગાંધીધામને અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે માળીયા (મીં) ખાતે ગેબનશા પીરની દરગાહ નજીક ઘરે થયેલી મારામારીમાં ઈજા પામેલા કારૂભાઈ હાસમભાઈ માણેક (46)ને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બાળક સારવારમાં
 હળવદના અમરાપર ગામે સુરેશભાઈ ભરવાડની વાડીએ રહી મજુરીકામ કરતા પરીવારનો વિકાસ દિવ્યેશ ગુંદરીયા નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ઝેરી દવા પી ગયેલ હોય સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે માળીયા હાઈવે ઉપર આવેલા હિના પેટ્રોલ પંપ નજીક બે અજાણ્યા ઈસમોએ ઢીકાપાટુ અને લાકડી વડે માર મારતા ઈજા પામેલા પ્રવિણભાઈ મેરાભાઈ ધંધુકીયા (52) રહે. રણછોડનગર મોરબીને અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.

 તેમજ વાંકાનેર શાકમાર્કેટ ખાતે બે અજાણ્યા ઈસમોએ લોખંડનો પાઈપ માથામાં મારતા ઈજાગ્રસ્ત થયેલા મનહરભાઈ મોતીભાઈ કડીવાર (55) રહે. ભડીયાદ રામાપીરના ઢાળ પાસેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે કચ્છના આધોઈ-સામખીયારી વચ્ચે ધરાના ગામ પાસે બાઈકની આડે અચાનક ડુકકર આવતા વાહન સ્લીપ થઈ જતા ઈજા પામેલા ચમનભાઈ અંબાવીભાઈ સુથાર (53) રહે. લખપત ભચાઉ કચ્છને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.














Latest News