મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો
મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત
SHARE
મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત, ઘૂંટુ ગામે રહેતો 28 વર્ષીય સાગર દંતેસરિયા રીક્ષા લઈને દહીંસરા જતો હતો ત્યારે બનાવ બન્યો
મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો હતો અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સાગર હીરાલાલ દંતેસરિયા (ઉંમર વર્ષ 28, રહે.ઘુંટુ ગામ, તા. જિ.મોરબી) ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાની સીએનજી રિક્ષા ચલાવીને જતો હતો ત્યારે બરવાળા નજીક રીક્ષાને અકસ્માત નડતા તેને માથે - શરીરે ગંભીર ઇજા થઈ હતી.તેને સૌ પ્રથમ મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. અહીં ટૂંકી સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસની ટીમે રાજકોટ આવીને મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ સાગર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરતો હતો.
તે બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરનો હતો. તેને સંતાનમાં એક દીકરો છે. જ્યારે તેની પત્ની હાલ સગર્ભા છે. જે માવતરે દહીંસરા ગામ રોકાવા માટે ગઈ હતી. સાગર તેની પત્નીને તેડવા માટે સસરાના ઘરે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.યુવકના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. પ્રાથમિક તબક્કે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે કોઈ જાણકારી નથી. કોઈ વાહન રીક્ષાને ઠોકર મારીને જતું રહ્યું? કે પછી રીક્ષા પલટી મારી ગઈ? તે અંગે પણ કોઈ વિગતો નથી. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે