મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ
બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
SHARE
બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આજે મહાપાલિકાની ટીમ દ્વારા જુદી જુદી 15થી વધુ દુકાનોને ચેક કરવામાં આવી હતી ત્યારે બે દુકાનોની અંદર કતલખાના ચાલુ હોવાનું અને નોનવેજનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ડેપ્યુટી કમિશનની હાજરીમાં બંને દુકાનોને સીલ કરવામાં આવી છે અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા માટે આગામી સમયમાં હવે મહાપાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ સંગઠનો દ્વારા ખાટકીવાસ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખના બંધ કરાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે આટલું નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ નક્કર પગલાં લેવાના બદલે માત્ર આશ્વાસન આપવામાં આવતા હતા તેવામાં ગુરુવારે બપોરના સમયે શક્તિ ચોક પાસે આવેલ માં આદ્યશક્તિના મંદિર નજીકથી માસના અવશેષો મળી આવ્યા હતા જેથી હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનમાં રોષની લાગણી હતી અને શનિવારે હિન્દુ સંગઠનો દ્વારા મહાપાલીકાના પટાંગણમાં લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટેની જાહેરાત પણ કરવામાં આવી હતી તેવામાં આજે શુક્રવારે બપોરના સમયે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતનો કાફલો ખાટકીવાસ વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં કતલખાના અને નોનવેજની દુકાનોને ચેક કરવામાં આવતા જુદી જુદી બે દુકાનમાંથી નોનવેજનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંને દુકાનોને હાલમાં સીલ કરવામાં આવી છે
મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી અપાતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરવા માટે થઈને જે રજૂઆતો આવી હતી તેને ધ્યાન રાખીને અગાઉ જ્યારે કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે દુકાનદારો દ્વારા જ્યાં સુધી તેઓને કતલખાના ચલાવવા માટેના ફૂડ લાયસન્સ ન મળે ત્યાં સુધી કતલખાના ચાલુ કરીને નોનવેજનું વેચાણ નહીં કરે તે પ્રકારની લેખિતમાં બાંહેધરી તા. 3/10/26 ના રોજ આપવામાં હતી તેમ છતાં પણ આજે જ્યારે દુકાનો ચેક કરવામાં આવી હતી ત્યારે બે દુકાનની અંદર કતલખાના ચાલુ રાખીને માસ માટેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને દુકાનોને સીલ કરવામાં આવી છે
આગામી સમયમાં પણ આ વિસ્તારની અંદર સમયાંતરે મહાપાલીકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ત્યારે પણ જો કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવીને માસ મટનનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવશે તો તે મિલકતને પણ સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે આટલું નહીં પરંતુ આગામી સમયમાં કતલખાના માટેના જરૂરી નિયમો બનાવવામાં આવશે અને નોનવેજનું વેચાણ કરવા માટેની જગ્યા નિશ્ચિત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ અધિકારીએ જણાવ્યું છે.