મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત
મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા
SHARE
મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ગામ પાસે શ્રી જોગ આશ્રમ ખાતે સમરસ યુવા સંગઠન દ્વારા તુલસી વિવાહ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સમાજની 65 દીકરીઓના એક જ માંડવે સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા અને દાતાઓના સહકારથી આયોજકો દ્વારા દીકરીઓને ખૂબ સારો કરિયાવર પણ આપવામાં આવેલ હતો.
વર્તમાન સમયમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે મોટાભાગના સમાજ દ્વારા સમૂહલગ્નના આયોજન કરવામાં આવતા હોય છે તેવી જ રીતે આજે મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા તુલસી વિવાહ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ગામ પાસે શ્રી જોગ આશ્રમ (જીલોટ ક્રિકેટ ગ્રાઉન્ડ) ખાતે 65 દીકરીઓના એક જ માંડવે સંતો મહંતો, વડીલો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં સમૂહલગ્ન યોજાયા હતા. આ તકે સંત શિરોમણી કનીરામદાસજી મહારાજ, લઘુ મહંત નાગરદાસજી બાપુ, મહામંડલેશ્વર રામબાલકદાસજી બાપુ, ભુવાઆતા લખમણઆતા નારણઆતા તથા સવાઆતા લખમણઆતા તેમજ રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઇ, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપના અગ્રણી જયંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જયેશભાઈ ગોલતર સહિતના અનેક આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમાજની હાજરીમાં લગ્નગ્રંથીએ જોડાયેલ નવયુગલોને તમામ લોકોએ આશીર્વાદ આપ્યા હતા અને નવદંપતીનું લગ્નજીવન ખૂબ સારું રહે તેના માટેની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વડીલો દ્વારા સમાજના નવયુવાન દીકરા અને દીકરીઓને વ્યસન અને ફેશનથી દૂર રહીને સમાજની પરંપરાઓને જાળવી રાખવા માટેની ટકોર કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખની છે કે પરંપરાઓનું સન્માન અને બંધારણનું પાલનએ સમરસ યુવા સંગઠનના અભિયાન અંતર્ગત નવા બંધારણના નિયમો અનુસાર આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને સફળ બનાવવા માટે થઈને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.