મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા


SHARE







































મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા

 

મચ્છી માર્કેટમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં મારામારી થઈ, લીલાપર રોડ પર યુવતીના સગપણ અંગે માથાકૂટ થયા બાદ હુમલો થયો

મોરબીની મચ્છીપીઠ અને લીલાપરમાં મારામારીની ઘટના બની હતી. જેમાં ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.પ્રથમ કિસ્સામાં મોરબી શહેરમાં મચ્છીપીઠ પાસે રહેતા ઓસમાણ ખામસાભાઈ શેખ (ઉંમર વર્ષ 37) ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ મચ્છી માર્કેટમાં હતો ત્યારે સામેવાળા અકબર અને તેની સાથેના માણસોએ ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો.

જેમાં ઓસમાણને પીઠના ભાગે ઇજા થઈ હતી. સામાપક્ષે પણ આક્ષેપ કર્યો છે કે ઓસમાણ અને તેની સાથેના માણસોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં મોરબીના લીલાપર રોડ પર રહેતા જયેશ નાગજીભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 27) ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ પોતના ઘર પાસે હતો ત્યારે સામેવાળા જીજ્ઞેશ, દિલીપ અને તેની સાથેના માણસોએ ઝઘડો કરી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. સામાપક્ષે એક મહિલાને પણ ગંભીર ઇજા થઈ હતી. મોરબી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરતા પ્રાથમિક તબક્કે એક યુવતીના સગપણ અંગે માથાકૂટ થયા બાદ આ બનાવ બન્યો હતો














Latest News