મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત


SHARE







































મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત
શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી પુરવઠા અને સુરક્ષા સહિતના મહત્વના વિભાગોને માળખાકીય સુવિધાઓના વિસ્તરણ માટે ફાળવાઈ જમીન

મોરબી જિલ્લામાં સરકારી વિભાગો અને કચેરીઓની માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને લોકહિતના પ્રકલ્પોને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા iORA પોર્ટલ પર સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત વિવિધ સરકારી વિભાગોને તેમની જરૂરિયાત અનુસાર કુલ 38 જમીન ફાળવણીના હુકમો એનાયત કરવામાં આવ્યા છે.

હાલમાં ફાળવવામાં આવેલા જમીન હુકમોમાં શિક્ષણ અને બાળકલ્યાણ ક્ષેત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કચેરીને 8, આઈસીડીએસને 4 અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને ૩ હુકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીજ વ્યવસ્થા માટે પીજીવીસીએલને 1 અને જેટકોને 10 તથા પાણી પુરવઠા વિભાગને 7 હુકમ ફાળવવામાં આવ્યો છે. સાથે જ આરોગ્ય વિભાગને 2, પોલીસ વિભાગને 1, રમતગમત વિભાગને 1 તથા વન વિભાગને 1 એમ જમીન ફાળવણીના હુકમ એનાયત કરાયા છે. આ જમીન ફાળવણીથી મોરબી જિલ્લામાં જાહેર સેવાઓ, વીજ-પાણી વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.














Latest News