CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા વધુ 13 નાગરિકોને મોરબીના કલોકટરે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ
SHARE
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. અત્યારે મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે, એક તરફ મોંઘવારીનો માર છે, તો બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ખાસ કરીને નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવે, મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.