CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા વધુ 13 નાગરિકોને મોરબીના કલોકટરે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા
SHARE
CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા વધુ 13 નાગરિકોને મોરબીના કલોકટરે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા
નાગરિકતા સંશોધન કાયદા(CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા 13 લોકોને મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા સહિતના મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા(CAA) અંતર્ગત 13 અરજદારોને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં તેમના માટે આ ક્ષણ આનંદ અને ગૌરવની બની હતી સાથે દરેક અરજદારોએ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને સમગ્ર મોરબી જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આજે જ્યારે આ 13 નાગરિકોને ભારતીય નાગરિકતા ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.