મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ


SHARE







































મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામ પાસેથી ગુરુવારે મોડી સાંજે ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજયાં હતા અને રીક્ષા ચાલકને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતાએ હાલમાં રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના નવલખી રોડ પર આવેલા બરવાળા ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક નંબર જીજે 3 એક્યૂ 479 ઉપર જઈ રહેલા ખેવારીયા ગામના રહેવાસી સંજયભાઈ ભીખાભાઈ ડારા (27) અને હરેશ ઉર્ફે હાર્દિકભાઈ અરવિંદભાઈ રાઠોડ (23) નામના બે યુવાનોને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેના મોત નીપજયાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક સંજયભાઇના પિતા ભીખાભાઈ બચુભાઈ ડારા (51)એ રીક્ષા નંબર જીજે 36 યુ 8018ના ચાલક સાગરભાઇ નંદલાલભાઈ સુરેલા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક હરેશનું બાઇક લઈને પીપળીયા ચાર રસ્તા પાસે શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે ફરિયાદીનો દીકરો બાઇક ચલાવતો હતો ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં બે આશાસ્પદ યુવાનોના મોત નીપજયાં છે. જો કે, આરોપી રીક્ષા ચાલક સાગરભાઇ નંદલાલભાઈ સુરેલાને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીથી રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે.














Latest News