મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત
મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી
SHARE
મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનાને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને રાત્રિના સમયગાળા દરમિયાન કારખાનામાં પ્રવેશ કરીને ત્યાંથી મશીનમાં લગાવેલ જુદી જુદી સાઈઝના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે અને કુલ મળીને 1.65 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે
મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ એકતા એવન્યુ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 602 માં રહેતા વૈભવભાઈ પ્રેમજીભાઈ ચાડમિયા (27)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, લાલપર ગામની સીમમાં જુના રફાળેશ્વર તરફ જવાના રસ્તે પાવર હાઉસની સામેના ભાગમાં તેઓનું ભાગીદારીમાં કમાન્ડર સિરામિક નામનું કારખાનું આવેલ છે ત્યાં રાતના સમય દરમિયાન કારખાનાની દિવાલ કૂદીને કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો અને લોખંડની બારીની ગ્રીલ તોડીને કારખાનામાં કિલન મશીનરીમાં ઉપયોગમાં લેવાતો 35 એમએમ કેબલ વાયર 692 મીટર અને 1.5 એમએમનો ફોરકોર કેબલ વાયર 115 મીટર જેની કુલ કિંમત 1,65,000 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.