મોરબીમાં મંગળવારે ગુરુ નાનક જયંતી ઉજવાશે: શોભાયાત્રા-લંગર પ્રસાદનું આયોજન મોરબીમાં સંવિધાન દિવસની ઉજવણીની રૂપરેખા આપવા માટે પ્રદેશ ભાજપના સહપ્રવક્તાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટના સ્થાપકને ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ 86 વર્ષે સોલ્ટ ટેકનોલોજીમાં માનદ ડોક્ટરેટની પદવી મેળવી હળવદ-ધ્રાંગધ્રા ભાજપ પરિવારનું સાંસદ, ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓની હાજરીમાં સ્નેહમિલન યોજાયું મોરબી ખાતે એનપીએસ સંચય દ્વારા ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગકારોને પેન્શન સાથે જોડવાની પહેલ નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ: વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં કોઈ સંગઠન કે વ્યક્તિના દબાણમાં આવીને કાર્યવાહી ન કરવા લઘુમતી સમાજની કમિશનરને રજૂઆત મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ


SHARE







































માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ

માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે સ્ટેટ મોનીટરરિંગ સેલની ટીમ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 750 લીટર દેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂ ગાળવા માટે 9400 લિટર વોસ અન્ય મુદ્દામાલ મળીને કુલ 4,12,750 ના મુદ્દામાલને કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં બે શખ્સોની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પીએસઆઇ એસ.વી.ગળચર અને તેઓની ટીમ દ્વારા માળિયા મીયાણા તાલુકાના ચીખલી રણ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 750 લીટર દેશી દારૂ જેની કિંમત 1.50 લાખ રૂપિયા, દેશી દારૂ ગાળવા માટેનો વોસ 9400 લિટર જેની કિંમત 2.35 લાખ રૂપિયા, મોટર પંખા ત્રણ નંગ, સોલાર પ્લેટ એક નંગ, ડાયનેમિક્સ કંપનીની બેટરી એક નંગ, લાટાના બોક્સ નંગ 35, દારૂ માપવાનું મશીન એક નંગ, પ્લાસ્ટિકની પાઇપ વગેરે મળીને 4,12,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાસમ અબ્દુલ સમતાણી રહે. ચીખલી અને શાહરૂખ ફિરોજભાઈ પઠાણ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News