મોરબીમાં મંગળવારે ગુરુ નાનક જયંતી ઉજવાશે: શોભાયાત્રા-લંગર પ્રસાદનું આયોજન
SHARE
મોરબીમાં મંગળવારે ગુરુ નાનક જયંતી ઉજવાશે: શોભાયાત્રા-લંગર પ્રસાદનું આયોજન
મોરબીમાં દર વર્ષે ગુરુ નાનક જયંતીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે મંગળવાર તા. 24 નવેમ્બરના રોજ સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ નાનક દેવજીના 557 મા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અખંડ પાઠ, કીર્તન, લંગર પ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.
આ દિવસે સવારે 5 થી 6:30 વાગ્યા સુધી નિતનેમ, આશા દી વાર, કીર્તન અને અરદાસ થશે. ત્યાર બાદ સવારે 9:30 વાગ્યે અખંડ પાઠ સાહેબની સમાપ્તિ થશે અને બપોરે 12:30 વાગ્યે લંગર પ્રસાદ યોજાશે. અને સાંજે 5:00 વાગ્યે શ્રી ગુરુ નાનક દરબાર, સિંધુ ભવનથી શોભાયાત્રા નીકળશે. ત્યાર બાદ રાત્રે 10:30 વાગ્યાથી કથા, કીર્તન અને સિમરણના કાર્યક્રમો યોજાશે. અને મધરાત બાદ 1:20 વાગ્યે પુષ્પવર્ષા કરીને શ્રી ગુરુ નાનક દેવજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે. સમસ્ત સિંધી સમાજે શ્રદ્ધાળુઓને પરિવાર સાથે કાર્યક્રમોમાં હાજરી આપવા અપીલ કરી છે.