હળવદ-ધ્રાંગધ્રા ભાજપ પરિવારનું સાંસદ, ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓની હાજરીમાં સ્નેહમિલન યોજાયું મોરબી ખાતે એનપીએસ સંચય દ્વારા ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગકારોને પેન્શન સાથે જોડવાની પહેલ નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ: વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં કોઈ સંગઠન કે વ્યક્તિના દબાણમાં આવીને કાર્યવાહી ન કરવા લઘુમતી સમાજની કમિશનરને રજૂઆત મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી ખાતે એનપીએસ સંચય દ્વારા ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગકારોને પેન્શન સાથે જોડવાની પહેલ


SHARE







































મોરબી ખાતે એનપીએસ સંચય દ્વારા ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગકારોને પેન્શન સાથે જોડવાની પહેલ

પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (PFRDA) તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા આગામી તા. ૨૬/૧૧/૨૦૨૬ના રોજ મોરબી ખાતે ‘એનપીએસ સંચય’ યોજનાના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), ગ્રામ્ય ઉદ્યોગકારો, નાના વ્યવસાયકારો, શ્રમિકો, વેપારીઓ તથા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ના લાભો અંગે જાગૃત કરવાનો અને તેમને પેન્શન વ્યવસ્થામાં જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમનું આયોજન સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એનપીએસ સંચય યોજનાની વિશેષતાઓ, પેન્શન આયોજન, નિયમિત બચત, નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા તથા યોજનામાં જોડાવાની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવશે. કાર્યક્રમ સ્થળ પર લાભાર્થીઓને પેન્શન યોજનામાં નોંધણી માટે ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશન (On-the-Spot Registration) કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજે ૪:૩૦ વાગ્યા સુધી PFRDA દ્વારા અધિકૃત એજન્સીના માધ્યમથી બિઝનેસ કોરસ્પોન્ડન્ટ (BC) તથા કોમન સર્વિસ સેન્ટર (CSC) વિલેજ લેવલ એન્ટ્રપ્રિન્યોર્સ (VLEs) માટે યોજનાની નોંધણી અને લાભો અંગે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ સત્રનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં પેન્શન યોજનાની પહોંચ વધારવાનો, નોંધણી પ્રક્રિયા સરળ બનાવવાનો તથા વધુમાં વધુ લાભાર્થીઓને યોજનામાં જોડાવા માટે માર્ગદર્શન આપવાનો છે. લીડ બેંક – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મોરબીના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો, શ્રમિકો, વેપારીઓ, BC સંવર્ગના સભ્યો, CSC VLEs તથા અન્ય સંબંધિત લાભાર્થીઓને ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે.














Latest News