મોરબીમાં સંવિધાન દિવસની ઉજવણીની રૂપરેખા આપવા માટે પ્રદેશ ભાજપના સહપ્રવક્તાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ
SHARE
મોરબીમાં સંવિધાન દિવસની ઉજવણીની રૂપરેખા આપવા માટે પ્રદેશ ભાજપના સહપ્રવક્તાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ
દેશ અને રાજ્યમાં ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી 26 નવેમ્બરના દિવસે કરવામાં આવશે તેના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના સહપ્રભક્તા મનજીભાઈ આહીરની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી
ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા મનજીભાઈ આહીર, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મહેશભાઈ લિખિયા, મહાપાલિકાના ચેરમેન નવીનભાઈ કુંડારીયા, દંડક જયેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના હોદેદાર તરુણભાઈ પેથાપરા, સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશમાંથી આવેલા મનજીભાઈ આહિરે જણાવ્યું હતું કે વર્ષ 2015માં 26 નવેમ્બરે સંવિધાનના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરને ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસને સંવિધાન દિવસ જાહેર કરવામાં આવેલ હતો. જે અંતર્ગત આગામી સમયમાં ભારત દેશ અને રાજ્યની અંદર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે મોરબીમાં 25 મી નવેમ્બરના રોજ મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરાશે. અને 26 નવેમ્બરના રોજ મહાપાલિકાથી નવા બસ સ્ટેશન સુધીની રેલી યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 માં વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન જોયું છે તેને સાકાર કરવા માટેનો દરેક નાગરિકે સંકલ્પ લેવાનો આ દિવસ છે જેથી બંને કાર્યક્રમમાં વધુમાં વધુ મોરબીવાસીઓ જોડાઈ તેવી અપીલ પ્રદેશ અને જિલ્લાના આગેવાનોએ કરી છે.