મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો
Breaking news
Morbi Today

હળવદમાંથી બાઈકની ચોરી કરનાર રીઢો ગુનેગાર ચોરાઉ બાઇક સાથે પકડાયો


SHARE











હળવદમાંથી બાઈકની ચોરી કરનાર રીઢો ગુનેગાર ચોરાઉ બાઇક સાથે પકડાયો

હળવદમાં સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ હોટલ તથા સેન્ટ્રલ પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાં પાર્ક કરેલા બાઈકની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધી રાખી હતી તેવામાં ગણતરીની કલાકો ચોરાઉ બાઇક સાથે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં પકડાયેલ આરોપી સામે રાજસ્થાનમાં 10 જેટલા જુદાજુદા ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમે વાહન ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં વિજયભાઇ પરબતભાઈ ચાવડા તથા લાલભા રઘુભા ચૌહાણને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હળવદના સરા રોડ ઉપર આવેલ આનંદ પાર્ક-2 માં રહેતા હસમુખભાઈ વિઠ્ઠલભાઈ વરમોરાએ બાઈક નંબર જીજે 13 એએમ 1187 સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ હોટલ તથા સેન્ટ્રલ પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાં પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરનારા આરોપી હળવદમાં છે જેથી કરીને પોલીસે વોચ રાખી હતી અને ચોરાઉ બાઈક સાથે પોલીસે આરોપી મોતીલાલ ઉર્ફે સોનું કલુજી છગનલાલ વર્મા (20) રહે. હાલ કીડાણા ગાંધીધામ ગણેશનગર રેણુકા સુગર કંપની પાસે સાલ સ્ટીલ કંપની પાસે મુળ રહે. અમેઠીયો કા બાસ કેલવાડા તાલુકો કેલવાડા કુંભલગઢ જીલ્લો રાજસમંદ રાજ્ય રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ બાઇકને કબ્જે કર્યું હતું અને તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે આરોપી સામે રાજસ્થાન રાજ્યમાં અલગ અલગ 10 ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News