મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ કરાશે ઉજવણી


SHARE







મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ કરાશે ઉજવણી

મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી 44 મો સમારોહ આગામી તા. 30 માર્ચને રવિવારે યોજાશે.

મોરબીમાં નહેરુગેટ પાસે આવેલ શ્રી દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે 44 મો મહોત્સવ ધામધુમથી ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 30 ના રોજ સવારે 6થી 7 આરતી, ત્યાર બાદ પ્રભુનું પૂજન, રામાયણ પ્રવચન, વરુણ યજ્ઞ રાખવામા આવેલ છે અને આ વર્ષે વરુણ યજ્ઞના યજમાન પદે પ્રકાશભાઈ બચુભાઈ પુજારા અને દક્ષાબેન પ્રકાશભાઈ પુજારા પરિવાર સાતક બેસશે. અને તે દિવસે સાંજે 6 થી 8 બહેનો માટે અને 8 થી 10 ભાઈઓ માટે પ્ર્સદનું દશાશ્રી માળી વણિક જ્ઞાતિ ભોજન શાળા સાવસર પ્લોટ મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેથી ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.




Latest News