સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસ પીડીત સંઘના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને કરાઇ રજૂઆત


SHARE





મોરબીમાં સીલીકોસીસ પીડીત સંઘના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને કરાઇ રજૂઆત

મોરબીમાં સીલીકોસીસ પીડીત સંઘ કલેકટર કચેરીએ પહોચ્યો હતો અને ત્યારે સીલીકોસીસ પીડીત સંઘની સાથે જોડાયેલા મોરબીના સભ્યો હાજર રહ્યા હતા. અને પડતર માંગણીને લઈને કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.

મોરબીમાં સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા તા 07/01/2025ના રોજ જુદીજુદી માંગણીઑ કલેક્ટર સમક્ષ રજુ કરી હતી. તે પૈકી ઓકસીજન કોંસ્ન્ટ્રેટરની વ્યવસ્થા કલેક્ટરની દખલને કારણે થઇ શકી,  વળતર દાવા માટે મફત કાનુની સહાય માટે થોડી માથાકુટ પછી વકીલ ફાળવવામાં આવ્યા છે તે સફળતાથી પ્રેરાઇને સંઘના સભ્યો બાકીની માગણીઓ માટે પણ કલેક્ટર હસ્ત્ક્ષેપ કરે તેવી આશા અને અપેક્ષાથી રજુઆત કરવા ગયા હતા.

હાલમાં સંઘે રજુ કરેલ માગણીઓમાં જીલ્લામાં મજુર અદાલત, મોરબી સીવીલમાં ફેફ્સાંના નીષ્ણાત તબીબની નીમણુંક કરવા, સીલીકોસીસ દર્દીઓને અંત્યોદય કાર્ડ કાઢી આપવા, અપંગોને મળતા લાભ સીલીકોસીસ દર્દીઓને પણ આપવા, સીરામીક એકમોમાં કારખાના કાયદાના ચુસ્ત અમલ કરવાની માંગ કરી છે. વ્કધુમાં સીલીકોસીસ દર્દી હરીશભાઈએ જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીએ કલેક્ટરને રજુઆત કરવા ગયા હતા ત્યારે જગદીશભાઈ સોલંકી(42) પણ હતા. જો કે, સીલીકોસીસના લીધે તે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમાં હતા અને તેમનું દુખદ અવસાન થયું છે.

વધુમાં કહ્યું છે કે, જગદીશભાઇ જે કારખાનામાં કામ કરતાં હતા ત્યાંનું ઓળખ કાર્ડ, પગાર પાવતી કે પછી બીજા કોઈ પુરાવા તેની પાસે નથી જેથી તેના કુટુંબના લોકો વળતર ધારા હેઠળનો દાવો શી રીતે કરી શકશે ? સંઘના મહીલા સભ્યે ફરીયાદ કરતાં જણાવ્યું કે મોરબીના ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય અધીકારી સીલીકોસીસ દર્દીઓ જેવા મજુરોને કોઈ મદદ કરતા નથી. આજની તારીખે મોરબી જીલ્લામા સીલીકોસીસ પીડીતોનો આંકડો 102 છે જે પૈકી 40નો સીલીકોસીસએ ભોગ લીધો છે અને અન્ય બીજા જીવીત દર્દીઓને ઘરનું ગુજરાન કરવામા ફાંફા પડી રહ્યા છે. ત્યારે કલેક્ટરે સંઘના સભ્યોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપીને સંઘના સભ્યો સાથે આગામી મહીનામાં મીટીંગ કરવાની બાંહેધરી આપી છે.

 

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ

મોરબીમાં જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે ફેફસાના રોગો તથા પલ્મોનરી ટ્યુબરક્યુલોસીસ અને સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઓપીડી, રૂમ નંબર ૨૦ ખાતે એક્સ રે, બ્લડ ઇન્વેસ્ટિગેશન, સીટી સ્કેનની સુવિધા તથા જરૂરી તમામ દવાઓ સહિતની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.




Latest News