મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે


SHARE











મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત માટેનો કાર્યક્રમ યોજવાનો છે અને આ કાર્યક્રમ તા. 26 ને બુધવારે બપોરના 2 વાગ્યે યોજાશે જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી લોકોની મોટી જનમેદની હાજર રહે તેના માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો તથા તંત્ર કામે લાગી ગયું છે.

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા 26 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ મળીને અંદાજે 1000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવનાર છે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ભાજપના સંગઠન દ્વારા ધારાસભ્યોની હાજરીમાં જુદા જુદા મંડલોની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સાથો સાથ વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવેલ છે. વધુમાં આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા. 26 ના રોજ બપોરે 2:00 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. જોકે એક બાજુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સમયે બપોરે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજવાનો છે જેથી કાર્યક્રમમાં જનમેદની એકત્રી કરવા માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો કામે લાગી છે અને તો બીજી બાજુ કાર્યકર સારી રીતે સંપન્ન થાય તેના માટે થઈને કલેકટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.






Latest News