અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર


SHARE





મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં ચાર આરોપીને પકડ્યા હતા તે પૈકીનાં એક આરોપીની વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરલે છે

મોરબીના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતાએ ગત 20/9 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો ત્યાર બાદ મૃતક હરેશભાઈએ લખેલ સ્યુસાઇડ નોટના આધારે 15 શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જેમાં આરોપી તરીકે ગીરીશભાઈ કોટેચાનું નામ લખ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ તેની મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી માહિકા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ ગોપાલભાઈ ઓઝાની ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપી ગીરીશભાઈ છબીલદાસ કોટેચાના રૂપિયા 25,000 ના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે સિનિયર વકીલ ગોપાલભાઈ ઓઝા તેમજ મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.




Latest News