સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી યુવતીએ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું: બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીની લોમજીવન સોસાયટીમાં રહેતી યુવતીએ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું: બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોમજીવન સોસાયટી જનતા સાયકલ વાળી શેરીમાં રહેતા પરિવારની 21 વર્ષની દીકરીએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવતીના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોમજીવન સોસાયટી જનતા સાઇકલ વાળી શેરીમાં રહેતા દિલાવરભાઈ બચુભાઈ ચિચોદરા જાતે ઘાંચી મુસ્લિમ (55) ની દીકરી અસ્માબેન દિલાવરભાઈ ચિચોદરા (21)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવતીના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એમ.એચ.વાસાણી ચલાવી રહ્યા છે

બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમાથી આગળના ભાગમાં પેટ્રોલ પંપ પાસેથી વાકાનેરના રહેવાસી રણજીતભાઈ વિજયભાઈ યાદવ (20) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલલે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News