મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ

મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં ખડપીઠ પાસે રજડતી ગાય અને ગૌવંશને ઘાસચારો નાખવામાં આવે છે જોકે, નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસચારો નાખવા માટેની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. જેથી ત્યાં રજડતા ગૌવંશો ભૂખ્યા હતા જેથી ત્યાં ઘાસચારો નાખવા માટે જે લોકો આવે છે તેમની દ્વારા અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ગાયોને ઘંસચારો આજે તો નાખવામાં આવ્યો છે પરંતુ શહેરમાં ઘાસચારો નાખવા માટે જગ્યાની  ફાળવણી કરવા માટે કોંગ્રેસના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેરના દરેક વિસ્તારોની અંદર રજડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે વિકરાળ બની રહ્યો છે અને અવારનવાર રજૂઆતા ઢોર યુદ્ધ ચડતા હોય છે ત્યારે લોકોને નુકસાન થાય તેમજ તેના વાહનોને નુકસાન થાય એવી ઘટનાઓ અગાઉ મોરબીમાં બની ચૂકી છે તેવામાં મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખડપીઠ પાસે જે રજડતા ઢોર 24 કલાક અડિંગો જમાવીને ત્યાં બેસે છે જેથી કરીને આ સમસ્યા ઉકેલવા માટે થઈને નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસના વાડા વાળાઓને ઘાસ ત્યાં ન નાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન દરરોજને ત્યાં ઘાસચારો નાખવા માટે થઈને આવતા ગૌપ્રેમીઓ દ્વારા આજે અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ભૂખથી ગાયો અને ગૌવંશોને ઘાસચારો આપવામાં આવ્યો હતો જો કે, આ બાબતેની જાણ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાને થતા તેમણે આ બાબતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે અને ખડપીઠ વિસ્તારમાં બસો જેટલા ગૌવંશો છે તેને ઘાસચારો નાખવા માટે તાત્કાલિક ધોરણે જગ્યા ફાળવવામાં આવે તેની માંગ કરી છે






Latest News