મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ મેળાનું ધારાસભ્યની હાજરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું ઉદઘાટન


SHARE











મોરબીમાં સરસ મેળાનું ધારાસભ્યની હાજરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું ઉદઘાટન

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય તેના માટે થઈને યોગ્ય પ્લેટફોર્મ મળે તેના માટે જુદી જુદી જગ્યાઓ પર સરસ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. તેવી જ રીતે આજે મોરબી સનાળા રોડ ઉપર સ્કાય મોલથી આગળના ભાગમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેખના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ત્યારે અધિકારી જણાવ્યુ હતું કે, ગત વખતે આ મેળો જ્યારે યોજાયો હતો ત્યારે દોઢ કરોડના માલનું વેચાણ થયું હતું આ વખતે તેનાથી વધીને અઢી કરોડના માલસામાનનું વેચાણ થાય તેવી લાગણી છે તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, સરકાર બહેનોને સારી તક મળે અને સારો નફો મળે તે માટે આ સરસ મેળાનું આયોજન કરે છે ત્યારે લોકોએ બહેનોને પ્રોત્સાહન માટે તે માટે તેઓની પાસેથી વધુમાં વધુ માલની ખરીદી કરવી જોઈએ તેવી લાગણી વ્યકત કરી હતી.






Latest News