મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

કચ્છ જિલ્લાનું જળ સંકટ દૂર કરવા માટે સાંસદ દ્વારા રણ સરોવર માટે જળ શક્તિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE







કચ્છ જિલ્લાનું જળ સંકટ દૂર કરવા માટે સાંસદ દ્વારા રણ સરોવર માટે જળ શક્તિ મંત્રીને કરાઇ રજૂઆત

દક્ષિણ ભારતને જોડતી વિમાની સેવા, ભુજથી દિલ્હી સીધી વિમાની સેવા, કંડલાથી મુંબઇ સીધી વિમાની સેવા માટે નાગર વિમાન મંત્રી કિંજરાપુ નાયડુજી, ભુજમાં પ્રદેશ રાષ્ટ્રીય કક્ષાનું રમત ગમત ઈન્ડોર મલ્ટીપરપઝ સ્પોર્ટ માટે સ્ટેડિયમ અર્થે યુથ અફેર એન્ડ સ્પોર્ટ મંત્રી મનસુખ માંડવિયાજી અને જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પાસે ગુજરાતની નદીઓનું પાણી જે કચ્છના રણમાં આવે છે. તે દરિયામાં વિસર્જિત થાય છે. જેનું એકત્રીકરણ કરી મીઠા પાણી માટે રણ સરોવરનું નિર્માણ થાય માટે લોકસભા સત્ર દરમ્યાન સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ મળી મૌખીક લેખીત રજુઆતો કરી હતી.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુલાકાત બાદ જણાવ્યુ ભારત સરકારના વિમાની સેવા, જલ શક્તિ, યુથ અફેર અને સ્પોર્ટ મંત્રીઓ ને રૂબરૂ મળી વાસ્તવિકતા દર્શાવી હતી. મંત્રીઓ એ સારા પ્રતીભાવ સાથે હકારાત્મક પ્રતીભાવ આપ્યો હતો. આપણી પાસે હાલે ભુજ દક્ષિણ ભારત સાથે જોડતી કોઈ વિમાની સેવા ઉપલબ્ધ નથી. વાયા અમદાવાદ કે મુંબઇ જવું પડે છે. તેવીજ રીતે ભુજ થી દિલ્હી માટે પણ વિમાની સેવા નથી. તેમજ કંડલા થી મુંબઇ પણ સીધી વિમાની સેવા શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. કચ્છ એ ખાણ ખનીજ, ઇન્ડસ્ટ્રીયલ અને પ્રવાસન હબ છે. ભુજ અને કંડલા મહત્વના એરપોર્ટ હોવાથી ઉપરોક્ત વિમાની સેવા શરૂ કરવા રજુઆત કરેલ છે.

તેવી જ રીતે વિશાલ ક્ષેત્રફલ ધરાવતા કચ્છમાં ઈન્ડોર ગેઇમ રમવા માટે સ્પોર્ટ સ્ટેડિયમ જ નથી. માટે કચ્છ, પ્રદેશ કે રાષ્ટ્રીય સ્તરની રમતો માટે ઈન્ડોર મલ્ટીપરપઝ સ્પોર્ટ સ્ટેડિયમ ની યુથ અફેર અને સ્પોર્ટ મંત્રી મનસુખભાઇ માંડવિયાજી પાસે લેખીત – મૌખીક રજુઆત કરી છે.  ગુજરાતની નાની મોટી નદીઓ, પાલનપુર-ડીસા, રાધનપુર થઈ આવતી લુણી, બનાસ નદી કચ્છ ના નાના રણમાં આવે છે. અને અરબી સમુદ્રમાં વિસર્જિત થઇ જાય છે. જે મીઠુ પાણી કચ્છના નાના રણમાં આવે છે. ત્યાં એકત્રીકરણ કરી રણ સરોવર બનાવવામાં આવે તો કચ્છની પ્રજાને સિંચાઇ, પશુધન અને માનવ જીવન માટે વરદાન રૂપ બને છે.

એશિયાનું સૌથી મોટું રણ સરોવર શકય બને તેમ છે. જલ સ્તર  વધે તેમ છે. માટે દરીયામાં જતાં વેસ્ટ પાણી એકત્રીકરણ કરી બાંધ રણ સરોવર બનાવવાની રજુઆત જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પાસે કરતાં ઉપરોક્ત પરિયોજના કચ્છ માટે વરદાન સાબિત થશે તેમ જણાવેલ છે. ત્રણે મંત્રીઓ પુરતો સમય ફાળવી રજુઆતોની નોંધ લઇ ઘટિત થવા સકારાત્મક પ્રતીભાવ આપ્યો છે. તેમ કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.






Latest News